।।श्री पार्श्वनाथ अरिहंत भगवन्तं।।(३)
जब हमारी आंखें, जो एक छोटे से बादल को मुश्किल से देख सकती हैं, विशाल आकाश को देखती हैं, तो कई भक्त, धार्मिक लोग और विचारक यहां भगवान पार्श्वनाथ की विशेषताओं को देखकर चकित थे। कि श्री पार्श्वनाथ, गैर-प्रचार करते हुए, ईश्वर के प्रति हिंसा, ने कहा कि मूल्य हिंसा ही दुःख का कारण है। मूल्य हिंसा उस विषय वस्तु की तीव्रता है जो राग-द्शे का परिणाम उत्पन्न करती है।
ऐसी घृणा के फलस्वरूप मनुष्य पहले अपनी आत्मा का हत्यारा बनता है और इसी से अज्ञान उत्पन्न होता है।  श्री पार्श्वनाथ भगवान ने कहा कि रागड़ी भवयुक्त भवहिंसा को त्यागे बिना मनुष्य को सच्चा सुख नहीं मिलता है और इसलिए अहिंसा के धर्म का पालन करने और शुद्ध आत्मा रखने के लिए मनुष्य को सच्चा सुख नहीं मिलता है।  दूसरों के जीवन को मारना स्वयं को मारना है और इसलिए दुनिया के सभी जीवित प्राणियों के अनुकूल होना है।  सभी में एक ही कीमत रखें।  यदि आप सुख चाहते हैं तो दूसरों को सुख देने का भाव रखें।  इसके अलावा, ऐसी अहिंसा को धर्म की उत्पत्ति कहा जाता है क्योंकि इसमें अन्य धर्म शामिल हैं।
जैसे श्री पार्श्वनाथ भगवान ने मूल्य हिंसा और भौतिक हिंसा की बात की, उसी तरह व्यवहार-सत्य और परमार्थ-सत्य ने दो तरह से सत्यादेश दिया है। वाणी का सत्य, विचार का सत्य और आचरण का सत्य ही अभ्यास का सत्य है। वाणी के सत्य का अर्थ है झूठ नहीं बोलना, क्रोध, छल, अहंकारी भाषण न बोलना क्योंकि यह भी असत्य है। नतीजतन, भाषण रुचि, मित्रता और श्रेय का होना चाहिए। विचार का सत्य मन में किसी की बुराई की कामना नहीं करना है और न ही कोई छल करना है और आचरण का सत्य पवित्रता और सदाचार सहित आचरण को शुद्ध रखना है।
परमार्थ का सत्य यह है कि जिस प्रकार संसार की कोई भी निर्जीव वस्तु जीवित नहीं हो सकती और फिर भी हमारे विचार और वाणी में माम्भव या अहंकार परमार्थ असत्य है। अर्थात् यह मानना कि यह मेरा पति, पिता, पुत्र, वस्त्र, चरित्र आदि है, सर्वथा असत्य है। दुनिया में किसी ने ऐसा नहीं किया है, न होता है और न होगा, फिर भी अगर कोई इंसान इस तरह से मानने या बात करने लगे तो यह पूरी तरह से झूठ है। जब साधक को परमार्थ सत्य की साधना करनी चाहिए। इसी तरह श्री पार्श्वनाथ ने भगवान भगवान से तीसरे महाव्रत आचार्य और चौथे महाव्रत अपरिग्रह के बारे में बात की। उन्होंने संदेश दिया कि आचरण की शुद्धि से ही आत्मनिर्भरता प्राप्त की जा सकती है। लोगों की अहिंसा की लुप्त होती भावना में एक नई गति आई। यह ध्यान दिया जाना चाहिए कि कोई भी तीर्थंकर एक नए धर्म की स्थापना नहीं करता है, क्योंकि मूल धर्म सनातन धर्म है और इसलिए तीर्थंकर अपने संपूर्ण ज्ञान के साथ धर्म की पिछली प्रणाली को फिर से परिभाषित करते हैं और इस तरह जागरूकता लाते हैं। सर्वज्ञ भगवान की शिक्षाओं के माध्यम से, गौरवशाली प्राणी इसे मुक्ति के साधन के रूप में जानते हैं, और इसका पालन करके शाश्वत सुख प्राप्त करते हैं।
श्री पार्श्वनाथ भगवान के धर्म का पालन महानगर से लेकर दूर-दराज के जंगलों में रहने वाली जनजातियों तक किया जाता था। जैसा कि हमें पता चला है कि बिहार, बंगाल और अन्य राज्यों में फैली सरक जाति जैन धर्म के सिद्धांतों का पालन करती है और एक समय के 'श्रावक' आज सरक बन गए हैं। कई बार कई लोग पूछते हैं कि क्या इस अहिंसा धर्म का प्रभाव भारत तक ही सीमित रहा है। एक समय ईरान को अद्रक कहा जाता था और उस राजकुमार आद्रक से हमें अद्रकमुनि मिलता है। इस अद्रकामुनि ने गोशालाक, बौद्ध भिक्षुओं, वैदिक ब्राह्मणों, आत्मद्वैतवादी, हस्ती तपस आदि के साथ चर्चा करके सभी के विचारों का खंडन किया। श्री महावीर स्वामी भगवान के बारे में प्रचलित भ्रांतियों और विरोधियों के आरोपों का उनका तर्कसंगत खंडन 'श्री सूत्रकृतंग' के आगमन में पाया जाता है। अद्रकमुनि श्री महावीर स्वामी भगवान के पास गए। श्री महावीर स्वामी ने उनके द्वारा विरोध किए गए पांच सौ व्यक्तियों को दीक्षा दी और उन्हें सौंप दिया। उस समय नगर में श्री महावीर स्वामी भगवान का राजगृह उन्नीसवें वर्ष से चल रहा था। जैन धर्म की पुरातनता का इतिहास कई शोधकर्ताओं के लिए इंतजार कर रहा है और ऐसा शोध आवश्यक है।
श्री पार्श्वनाथ भगवान के बारे में विशेष रहस्य यह है कि जैसे दुनिया में मंगल है, वैसे ही बुराई भी है। मंगल के लिए हमने श्री सुपार्श्वनाथ भगवान के नाम मंत्र के बारे में देखा। उनका जप उस दिशा में बुरे तत्वों को दूर भगाता है, लेकिन श्री पार्श्वनाथ भगवान का जाप इतना प्रभावशाली होता है कि यह इस दिशा में बुरे तत्वों को प्रवेश नहीं करने देता।
हम जानते हैं कि दस दिशाएँ हैं। चार दिशाएँ, चार दिशाएँ, ऊपर और नीचे। मनुष्य इन दस दिशाओं से घिरा हुआ है। अब आप सोचते हैं कि वेदों में भी कहा गया है कि मंगल तत्व हर दिशा से प्राप्त होते हैं। जब मंगल और अमंगल दिशा से जुड़े होते हैं, तो उस दिशा या क्षेत्र में अमंगल करने की शक्ति श्री पार्श्वनाथ भगवान के जाप में होती है। कहा जा सकता है कि... Om श्री पार्श्वनाथय नमः.. नामजप आपको उस बुराई से बचाता है जो आपके आस-पास की दिशा में व्याप्त है। जैसे ही एक शानदार किले का निर्माण किया जाता है, किले की सुरक्षा के लिए एक कोट की जरूरत होती है। आलीशान बंगले में रहने के लिए इसके चारों ओर ऊंची दीवारों वाले कोट की जरूरत होती है, इसे दुश्मनों से बचाने के लिए सीमा पर कांटेदार तार की बाड़ या दीवार खड़ी की जाती है। बगीचे के चारों ओर एक बड़ी कांटेदार तार की बाड़ और एक दीवार खड़ी की जाती है ताकि कोई भी जानवर बड़े खेत में या हरे भरे बगीचे में न चर सके। श्री पार्श्वनाथ भगवान का जप ऐसी बुरी बातों से बचाने वाला है।
एक तरह से यह हमें बाहरी दूरियों से बचाता है। हमारे चारों ओर सभी दस दिशाओं में एक ढाल बनती है, जिस पर बुराई का हमला होने पर भी वह पूरी तरह विफल हो जाती है। यानी दिशा पवित्रता का काम करती है। इस संदर्भ में परम तत्त्वज्ञानी श्री जयंत मुनिजी कहते हैं कि चाहे वह देश हो, राष्ट्र हो, समाज हो या व्यक्ति हो, उसे मंत्र द्वारा निर्देशित होना चाहिए। जितना हो सके प्रयास करके ही दिशा बनानी चाहिए। यदि ढाल न हो तो उस दिशा के दुष्ट तत्व देश, राष्ट्र, समाज या व्यक्ति आदि में प्रवेश कर उन्हें परेशान कर सकते हैं, लेकिन यदि ढाल तैयार हो जाए तो बुराई दूर हो जाएगी। पहले के समय में गांव बसने से पहले क्षेत्रपाल देव की स्थापना की गई थी। गाँव, घर देना और उसके माध्यम से गाँव की ढाल बनाना। श्री पार्श्वनाथ भगवान के नाम मंत्र को शुद्ध करते हैं। दिशाएँ परिष्कृत हों तो दिशाएँ अनुकूल होती हैं। इस प्रकार दस दिशाओं को ढक लेना चाहिए, यदि ऐसा नहीं होता है, तो श्री पार्श्वनाथ भगवान का जप जिस दिशा में जा रहा है, उस दिशा में दिशात्मक ढाल बनाते समय करने से दिशा शुद्ध हो जाती है।
श्री पार्श्वनाथ भगवान का नाम आपत्तिजनक है, यह बुराई के आगमन को रोकता है। श्री सुपार्श्व भगवान का नाम रक्षात्मक है, यह बुराई को दूर करता है और क्षेत्र को शुद्ध करता है। जितना मन, वचन, शरीर के योग का जप करता है, उतना ही मनुष्य क्षेत्र को शुद्ध करता है।
____________________________________
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2018464773832153"
crossorigin="anonymous"></script>
__________________________________
આપણી આંખો વિરાટ આકાશને જુએ છે, ત્યારે એ કેવું આશ્ચર્ય અનુભવે છે, શ્રી પાર્શ્વનાથ ભગવાન ની અહીં આલેખાયેલી વિશેષતાઓ જોઈને અનેક ભાવકો, ધાર્મિકો અને વિચારકોને આશ્ચર્ય થયું, એવા આશ્ચર્યમાં આજે કેટલોક વિશેષ ઉમેરો કરીએ અને તે ઉમેરો એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાને અહિંસાનો ઉપદેશ આપતાં કહ્યું, ભાવ હિંસા એ જ દુ:ખનું કારણ છે. ભાવ હિંસા એટલે રાગ-દ્વેષના પરિણામ સર્જનારા વિષયકષાયની તીવ્રતા.
આવા રાગદ્વેષના પરિણામે માનવી પ્રથમ પોતાના જ આત્માનો ઘાતક બને છે અને એમાંથી અજ્ઞાાનદશા ઉત્પન્ન થાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને કહ્યું કે રાગાદિ ભાવયુક્ત ભાવહિંસાનો ત્યાગ કર્યા વગર માનવી સાચું સુખ પામતો નથી અને તેથી અહિંસા ધર્મનું સેવન કરવું અને શુદ્ધ ભાવના કરવી. અન્યના જીવનો ઘાત કરવો, તે પોતાના ઘાત બરાબર છે અને તેથી જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો. સર્વાત્મમાં સમાન ભાવ રાખવો. તમે જે સુખ ઈચ્છો છો, તો અન્યને પણ સુખ આપવાની મનોવૃત્તિ રાખવી. વળી આવા અહિંસા ધર્મમાં જ અન્ય ધર્મ સમાઈ જતો હોવાથી જ એને ધર્મનું મૂળ કહ્યું છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાને જેમ ભાવહિંસા અને દ્રવ્યહિંસાની વાત કરી, એ જ રીતે વ્યવહાર - સત્ય અને પરમાર્થ - સત્ય એમ બે પ્રકારે સત્યોપદેશ આપ્યો છે. વાણીનું સત્ય, વિચારનું સત્ય અને આચારનું સત્ય એ વ્યવહાર સત્ય. વાણીનું સત્ય એટલે અસત્ય ન બોલવું, ક્રોધ, કપટ, અહમયુક્ત વાણી ન બોલવી કારણ કે તે પણ અસત્ય ઠરે છે. પરિણામે વાણી હિત, મિત અને શ્રેયસ્કર હોવી જોઈએ. વિચારનું સત્ય એટલે મનમાં કોઈનું ખરાબ ઈચ્છવું નહીં અને કોઈ કપટ કરવું નહીં અને આચારનું સત્ય એટલે શીલ અને સદાચારના પાલન સહિત આચારની શુદ્ધિ રાખવી.
પરમાર્થનું સત્ય એ છે કે,જેમકે જગતનો કોઈ પણ જડ પદાર્થ જીવતો થઈ શકતો નથી અને છતાં આપણા વિચાર અને વાણીમાં જે મમભાવ કે અહ્મ છે તે પરમાર્થ અસત્ય છે. અર્થાત્ આ મારો પતિ, પિતા, પુત્ર, વસ્ત્ર, પાત્ર ઈત્યાદિ છે એમ માનવું તે પરમાર્થ અસત્ય છે. જગતમાં કોઈ કોઈનું હોતું નથી, થતું નથી અને થશે પણ નહીં, છતાં માનવી મોહવશ આવું માનવા લાગે અથવા બોલવા લાગે, તો તે પરમાર્થ અસત્ય છે. જ્યારે સાધકે પરમાર્થ સત્યની સાધના કરવી જોઈએ. એવી જ રીતે શ્રી પાર્શ્વનાથ ભગવાને ત્રીજા મહાવ્રત અચૌર્ય અને ચોથા મહાવ્રત અપરિગ્રહની વાત કરી. આચાર-વિચારની શુદ્ધિ દ્વારા જ આત્મકલ્યાણ પામી શકાય એવો સંદેશ આપ્યો. લોકોની ઓસરતી જતી અહિંસાની ભાવનામાં નવું ઓજસ પૂર્યું. એ જાણી લેવું જોઈએ કે કોઈ તીર્થંકર નવા ધર્મની સ્થાપના કરતા નથી, કારણ કે મૂળ ધર્મ એ સનાતન ધર્મ છે અને તેથી અગાઉની ધર્મ-પ્રણાલીને તીર્થંકર પોતાના પૂર્ણ જ્ઞાાન દ્વારા પુન: નિરૂપણ કરે છે અને એ દ્વારા લોકજાગૃતિ આણે છે. સર્વજ્ઞા પ્રભુના એ ઉપદેશ દ્વારા ભવ્ય જીવો એને દુ:ખમુક્તિનું સાધન જાણી, તેનું પાલન કરી શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન ના ધર્મનું પાલન મહાનગરથી માંડીને દૂર દૂરનાં જંગલોમાં વસતાં આદિવાસીઓ સુધી થતું હતું. આપણને જેમ જાણ થઈ કે બિહાર, બંગાળ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલી સરાક જાતિ જૈન ધર્મના સિદ્ધાંતોનું પાલન કરે છે અને એક જમાનાના 'શ્રાવક' આજે સરાક બન્યા છે. આવે સમયે ઘણી વ્યક્તિઓ પૂછે છે કે શું આ અહિંસા ધર્મનો પ્રભાવ માત્ર ભારત સુધી જ સીમિત રહ્યો છે?' એક સમયે ઈરાન એ આદ્રક કહેવાતું અને એ રાજકુમાર આદ્રકમાંથી આપણને આદ્રકમુનિ મળે છે. આ આદ્રકમુનિ ગોશાલક, બૌદ્ધ ભિક્ષુ, વેદવાદી બ્રાહ્મણ, આત્માદ્વૈતવાદી, હસ્તી તાપસ વગેરેની સાથે ચર્ચા કરીને બધાના મતનું ખંડન કર્યું. શ્રી મહાવીર સ્વામી ભગવાન વિશે પ્રવર્તેલી ભ્રાંતિ અને વિરોધીઓના આરોપોનું એમણે કરેલું તર્કસંગત ખંડન 'શ્રી સૂત્રકૃતાંગ' નામના આગમમાં મળે છે. આદ્રકમુનિ શ્રી મહાવીર સ્વામી ભગવાન પાસે ગયા. એમના દ્વારા પ્રતિબોધિત પાંચસો વ્યક્તિઓને શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા આપીને એમને સોંપ્યા. આ સમયે શ્રી મહાવીર સ્વામી ભગવાન નો રાજગૃહ નગરીમાં ઓગણીસમો વર્ષાવાસ ચાલતો હતો. જૈન ધર્મની પ્રાચીનતાનો ઈતિહાસ ઘણા સંશોધકોની રાહ જોઈને બેઠો છે અને એવા એક સંશોધનની આવશ્યક્તા શ્રી પાર્શ્વનાથ ભગવાન ની પરંપરાના પિહિતાસ્ત્રવની બાબતમાં છે. એમ મનાય છે કે તેઓ ભારતથી નીકળીને છેક ગ્રીસ સુધી ગયા હતા અને ગ્રીસમાં વિખ્યાત ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરાસનો જે સંપ્રદાય છે, તે શ્રી પાર્શ્વનાથ ભગવાન ની પરંપરાના પિહિતાસ્ત્રવ સાથે સંબંધિત છે. પાયથાગોરાસ શ્વેત વસ્ત્રીય હતો. એની ઘણી માન્યતાઓ જોતાં એમ લાગે છે કે એ જૈન ધર્મની પરંપરાથી ઘણો નજીક છે. જેમ જૈન ધર્મએ હિંસાનો વિરોધ કર્યો, ગ્રીસનો આ પાયથાગોરાસ પણ એટલો જ વિરોધી છે. એના અનુયાયીઓ માટે માંસાહાર તદ્દન વર્જીત છે. એવી જ રીતે એ આત્માલોચનની પ્રક્રિયા પર ભાર મૂકે છે. પોતાના દોષો જોવા એ પહેલી વાત જે જૈન ધર્મની પરંપરાના પ્રતિક્રમણમાં જોવા મળે છે. આવું ઘણું સામ્ય નજરે છે, જે સંશોધકોની ખોજની રાહ જુએ છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન વિશે વિશેષ રહસ્યમય બાબત એ છે કે જગતમાં જેમ મંગલ છે, એમ અમંગલ પણ છે. મંગલ માટે આપણે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં નામમંત્ર વિશે જોયું. એમનો નામજપ એ દિશામાં રહેલા અમંગલ તત્વોને બહાર ભગાડી દે છે, પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાન નો નામજપ એટલો બધો પ્રભાવક છે કે એ આ દિશાના અમંગલ તત્વને પ્રવેશવા દેતો જ નથી.
આપણે જાણીએ છીએ કે દસ દિશાઓ છે. ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વ દિશા અને અધો દિશા. માનવી આ દસેય દિશાઓથી ઘેરાયેલો છે. હવે તમે વિચાર કરો કે છેક વેદગ્રંથોમાં પણ દરેક દિશાઓમાંથી મંગલ તત્વો પ્રાપ્ત થાય તેમ કહેવામાં આવ્યું છે. દિશા સાથે મંગલ અને અમંગલ જોડાયેલું છે, ત્યારે એ દિશામાં કે ક્ષેત્રમાં રહેલાં અમંગલ કરવાની તાકાત શ્રી પાર્શ્વનાથ ભગવાન ના નામજપમાં છે. એમ કહી શકાય કે ।।ૐ શ્રી પાર્શ્વનાથાય નમ: ।। એ નામજપ એ તમારી આજુબાજુની દિશામાં પ્રવર્તતા અમંગલને દૂર કરીને એ અમંગલ સામે તમારું રક્ષણ કરે છે. જેમ ભવ્ય કિલ્લો બંધાય, તો એ કિલ્લાના રક્ષણ માટે કોટની જરૂર હોય છે. વૈભવશાળી બંગલામાં રહેનારને આસપાસ ઊંચી દિવાલોવાળો કોટ જરૂરી બને છે, કોઈ રાજ્યની સરહદમાં શત્રુઓ પ્રવેશે નહીં, તે માટે સરહદ પર સુરક્ષા રૂપે કાંટાની વાડ કે દિવાલ ચણવામાં આવે છે. કોઈ વિશાળ ખેતરમાં કે કોઈ હર્યા-ભર્યા ઉદ્યાનમાં કોઈ પશુ પેસી જાય નહીં અને બધું ખેદાન-મેદાન કરી નાખે નહીં, તે માટે આજુબાજુ કાંટાની વાડ અને બગીચાની આજુબાજુ દિવાલ ચણવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન નો નામજપ એ આવી અમંગલ બાબતોથી રક્ષા કરનારો છે.
એક અર્થમાં કહીએ તો એ આપણને બાહ્ય દુરિતોથી બચાવે છે. આપણી આસપાસની દસેય દિશાઓમાં એક એવું રક્ષાકવચ સર્જે છે કે જેના પર અમંગલ ગમે તેવું પ્રચંડ આક્રમણ કરે, તો પણ તે સદંતર નિષ્ફળ જાય છે. અર્થાત્ એ દિશા વિશુદ્ધિનું કામ કરે છે. આ સંદર્ભમાં પરમ દાર્શનિક શ્રી જયંતમુનિજી કહે છે કે દેશ હોય, રાષ્ટ્ર હોય, સમાજ હોય કે વ્યક્તિ હોય - મંત્ર દ્વારા તેનું દિશાકવચ કરવું જોઈએ. જેટલી તાકાત હોય તેટલી તાકાત અજમાવીને દિશાકવચન અવશ્ય કરવું જોઈએ. જો કવચ ન કરે, તો તે દિશાના અમંગલ તત્વો પ્રવેશ કરી દેશ, રાષ્ટ્ર, સમાજ કે વ્યક્તિ આદિને હેરાન કરી શકે, પરંતુ જો કવચ તૈયાર થયું હોય તો અમંગલ બાજુમાંથી પસાર થઈ ચાલ્યું જાય. પહેલાના સમયમાં ગામ વસાવતા પહેલા ક્ષેત્રપાલ દેવ બેસાડવામાં આવતા. ગામને, મકાનને ધારાવહી દેતા અને તેના દ્વારા ગામનું કવચ બનાવતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો નામમંત્ર દિશાવિશુદ્ધિ કરે છે. દિશાઓની વિશુદ્ધિ કરી હોય તો દિશાઓ અનુકૂળ થાય છે. આમ તો દસે દિશાઓનું કવચ કરવું જોઈએ, તે ન થાય તો જે દિશામાં જવાનું હોય તે દિશા તરફ મુખ રાખીને શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જાપ કરવાથી તે દિશાની વિશુદ્ધિ થઈ જાય છે. દિશા કવચ બનાવવાના સમયે પૂર્વાદિ દિશાના નામ ન બોલે તો પણ ચાલે. જેમ કોઈ બહેન વાત કરતાં-કરતાં પણ દૂધમાં સાકર નાખે, તો તે સાકર દૂધને ગળ્યું બનાવે છે. મચ્છર માટે કોઈ ધૂમાડો કરે તો મચ્છર ભાગવા લાગે છે, તેમ ભલે નામ ન બોલો, પણ દિશાને મનમાં રાખી શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમંત્રના સ્મરણથી દસે દિશાનું કવચ થઈ જાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ ઓફેન્સીવ છે, તે અમંગલના આગમનને રોકે છે. શ્રી સુપાર્શ્વ ભગવાનનું નામ ડીફેન્સીવ છે, તે અમંગલને બહાર ફેંકે છે અન ક્ષેત્રને વિશુદ્ધ કરે છે. મન, વચન, કાયાના યોગને હોમીને વ્યક્તિ જેટલો પ્રબળ જાપ કરે, તેટલું ક્ષેત્ર વધારે શુદ્ધ કરે છે.
  
  
Comments
Post a Comment