Architecture / an ancient guide for a positive home.
A man bought land in Pune, City of Big Big Farm House Maharashtra, India and built a nice bungalow after the success of the business, the land already had a nice swimming pool and years old Farm of Mango and lychee tree, the place he took because of that lychee tree, because his wife loved lychee very much.
Some time later, when he was thinking of renovating this old building, his friends advised him to consult an architect.
Although he did not believe in such a thing, he decided to keep the minds of his friends and called Master Cao, a famous Vastu Shastri from Hong Kong who has been famous for 40 years. He was greeted at the airport. After a meal at a well-known restaurant in the city, the two put him in their car and drove home.
If any car on the road tried to overtake him, he would give way.
Master Kao said with a smile, 'You drive very safely and in panic.' He also said with a smile that 'people always overtake only when they have an unavoidable task, under stress or for some reason have not learned discipline due to lack of proper guidance. We must give way to such a person. '
The man narrowed the road to the house, slowing the car down. Suddenly a little boy came out of the alley smiling and running very fast and his car kept crossing the road in front of him. They were standing at the same slow pace waiting for someone on that side of the alley. Suddenly, another boy from the same street ran out of his car at the same speed, perhaps chasing the child in front of him.
Master Cao asked in surprise - how did you know that another boy would run out too?
He said very instinctively, children are always running after each other and it is impossible to believe that a child without a partner would make such a fuss or run away.
Master Cao laughed out loud when he heard this and said, you are undoubtedly a very sensible person.
Reaching the house, the two got out of the car, where suddenly seven or eight birds were seen flying very fast from the back of the house. Seeing that, he said to Master Cao, 'If you don't mind, can we stay here for a while?
When Master Cao asked the reason, he said that almost any child would be stealing lychees from the bush, and would suddenly run away in panic when he saw us or if he fell from the tree, some poor child would be injured. These birds have flown away so fast from our sound which even the children must have known. It is possible that they will run away now. It just so happened that the frightened children were running away from the car when it was stopped. The two met and smiled at the sight of naughty children running towards each other.
Master Cao was silent for a while, then spoke in a restrained voice.
He asked very annoyed, why?
Master Cao lovingly placed his hand on the shoulder of a wealthy merchant who was his client and said, It will be pleasant and fruitful. Believe in the subtle agitation, influence and energetic waves of the mind of a person like you, not from Vastu Shastra, even if there is a Vastu defect, it will cure it.
Master Cao then added that when our mind and brain begin to prioritize the happiness and peace of others, it gives us mental benefit-peace-satisfaction not only to others, but also to ourselves.
If a person always thinks of putting the good of others before his own and giving him happiness, then inadvertently he attains sainthood.
Due to which the good of others also happens and he gets knowledge of himself. If you look at someone, those who are self-centered and do their own thing and see, will not be happy from within. This is a system arranged by our nature. The best and most satisfying celebration comes from being involved in the happiness of others.
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2018464773832153"
crossorigin="anonymous"></script>
==============================
એક વ્યક્તિએ પુણે, મોટા મોટા ફાર્મ હાઉસ વાળા શહેર, મહારાષ્ટ્ર, ભારતમાં જમીન ખરીદી અને બિઝનેસની સફળતા પછી એક સરસ બંગલો બનાવ્યો, જમીનમાં પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પૂલ અને વર્ષો જૂનું કેરી અને લીચીના ઝાડનું ફાર્મ હતું, જે તેણે લીધું હતું. તે લીચીના ઝાડને કારણે, કારણ કે તેની પત્ની લીચીને ખૂબ પ્રેમ કરતી હતી.
કેટલાક સમય પછી એમણે આ જૂના મકાનનું નવીનીકરણ (રીનોવેશન)નું કામ કરવાનું વિચાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.
જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને ૩૦ વર્ષથી પ્રસિદ્ધ એવા હોંગકોંગના વાસ્તુ શાસ્ત્રી માસ્ટર કાઓને બોલાવી લીધા. એમનું એરપોર્ટ જઈને સ્વાગત કર્યું. બંનેએ શહેરની એક જાણીતી રેસ્ટોરામાં ભોજન લીધું પછી એમને પોતાની કારમાં બેસાડી પોતાને ઘેર લાવવા માટે નીકળ્યા.
રસ્તામાં કોઈપણ કાર એમને ઓવર ટેક કરવાની કોશિશ કરે, તો એને રસ્તો આપી દેતા.
માસ્ટર કાઓએ હસતા હસતા કહ્યું 'તમે ખૂબ સલામત અને ગભરાઈને ડ્રાઈવિંગ કરો છો.' એણે પણ હસતા હસતા જ કીધું કે 'લોકો હંમેશા ઓવર ટેક ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તનાવમાં હોય કે શિસ્ત કોઇ કારણસર યોગ્ય માર્ગદર્શનના અભાવે ન શીખ્યા હોય. આવી વ્યક્તિને આપણે રસ્તો આપવો જોઈએ.'
પેલી વ્યકિતએ ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે કાર વધુ ધીમી કરી નાખી. ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો. તેઓ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જાણે કોઈની રાહ જોતા ઊભા રહ્યા હતા. ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.
માસ્ટર કાઓએ હેરાનીથી પૂછયું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?
એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.
માસ્ટર કાઓ આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિ:સંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.
ઘર સુધી પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા, ત્યાં અચાનક ઘરની પાછળથી સાત - આઠ પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે માસ્ટર કાઓને કહ્યું કે 'તમને વાંધો ન હોય તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?
માસ્ટર કાઓએ કારણ જાણવા માંગ્યું તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશે કે ઝાડ પરથી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે. આ પક્ષીઓ આપણા અવાજથી જ ઝડપથી ઉડી ગયા છે જેનાં પરથી પણ બાળકોએ જાણી લીધું હશે.શક્ય છે તેઓ હવે ભાગશે. ખરેખર બન્યું પણ એવું કે કાર થોભી હતી ત્યારે જ તેની પાસેથી ડરેલા બાળકો ભાગી રહ્યા હતા. બંનેએ એકબીજા સામે શરારતી બાળકોની દોટ જોતા આંખો મિલાવી સ્મિત કર્યું.
માસ્ટર કાઓ થોડો સમય ચૂપ રહયા, પછી સંયમિત અવાજમાં બોલ્યા, મિત્ર,આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણની કોઈ આવશ્યકતા પણ નથી.
એણે ખૂબ હેરાનીથી પૂછયું, કેમ?
માસ્ટર કાઓએ તેના ગ્રાહક એવા ધનિક વેપારીના ખભા પર પ્રેમથી હાથ મૂકીને કહ્યું કે 'જે ઘરમાં તમારા જેવા વિવેકપૂર્ણ અને અજાણ્યા રાહદારીઓની ભલાઈ ઈચ્છતા અને પંખીથી માંડી બાળકો પરત્વે આ હદની સંવેદના ધરાવતી વ્યક્તિ રહેતી હોય એ સ્થાન કે સંપત્તિ વાસ્તુ શાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર- સુખદાયી-ફળદાયી જ રહેશે. વાસ્તુ શાસ્ત્રથી નહીં તમારા જેવી વ્યક્તિના સૂક્ષ્મ આંદોલનો, પ્રભાવ અને મનના ઊર્જાસભર તરંગો માની લો કે વાસ્તુ દોષ હશે તો પણ તેનું નિવારણ કરી દેશે.
માસ્ટર કાઓએ તે પછી ઉમેર્યું કે જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.
જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયંની પહેલા બીજાનું ભલું અને તેને ખુશી આપવાનુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.
જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાાનબોધ મળે છે. તમે કોઈ જોઈ જો જો જેઓ સ્વકેન્દ્રી અને પોતાનું જ કરે અને જુએ છે તેઓ અંદરથી ખુશ નહીં રહેતા હોય.આ એક આપણી કુદરતે ગોઠવેલ સિસ્ટમ છે. બીજાની ખુશીમાં સામેલ થઈને જ શ્રેષ્ઠ અને સંતોષકારક ઉજવણી થતી હોય છે.
Comments
Post a Comment